ગુજરાતી ઉખાણા જવાબ સાથે PDF Free Download, Gujarati Ukhana With Answer Riddles In Gujarati PDF Free Download, નવા ઉખાણા જવાબ સાથે, શાકભાજી ના ઉખાણા, ફળના ઉખાણાં, 15 મજેદાર ઉખાણા, ઉખાણાં ધોરણ 4, અઘરા ઉખાણાં, જુના ઉખાણા.
ગુજરાતી ઉખાણા જવાબ સાથે PDF
એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે?
જવાબ : સૈનિક (દેશના જવાન)
વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?
જવાબ : ચશ્મા
એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
જવાબ : તરસ
ન ભોજન લે છે ન વેતન લે છે છતાં રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?
જવાબ : તાળું
એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે?
જવાબ : પર્સ
એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે
જવાબ : રાખડી
કાળો ઘોડો સફેદ સવારી એક ઊતર્યું બીજાનો વારો?
જવાબ : તવો અને રોટલી
પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે… તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો સળગાવી લે છે… એ ગિફ્ટ શું છે?
જવાબ : નારિયેળ
એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે, પણ ભીનું થઈ શકતું નથી?
જવાબ : પાણી
એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?
જવાબ : કાતર
અજયના માતાપિતાના ત્રણ બાળકો છે : પહેલો વિજય, બીજો વિશાલ અને ત્રીજા દીકરાનું નામ શું છે?
જવાબ : અજય, અજય પોતે એ ત્રીજો દીકરો છે.
લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ
જવાબ : મરચાં
એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી
જવાબ : શેરડી
વર્ષના કયા મહિનામાં 28 દિવસો હોય છે?
જવાબ : દરેક મહિનામાં
કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ જમણા હાથમાં નહીં ?
જવાબ : તમારી જમણી કોણી
એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે?
જવાબ : સીઢી
પાસે આવે તેને એ કાપે,
એવું જનમનું એ ખૂની.
થાય ના એને જેલ કે ફાંસી,
માણસ જાતનું છે એ ગુણી.
(ચપ્પુ )
ચાર ખૂણાનું ચોખંડુ
અધ્ધર ઉડે જાય
રાજા પૂછે રાણીને
આ ક્યુ જનાવર જાય
(પતંગ)
ઊંટ જેવી છે બેઠક,
મૃગ જેવી ભરે ઉછાળ.
ઊડતાં પકડે જીવજંતુ,
દેખાવે લાગે ભોળો બાળ.
(દેડકો)
પડી પડી પણ
ભાંગી નહી
કટકા થયા બે ચાર
વગર પાંખે ઉડી ગઇ
તમે ચતુર કરો વિચાર
(રાત)
તેરસો ગાઉનું તળાવડું,
લાખો જણ એમાં નહાય.
જરી જરી સૂરજ પીવે,
પણ પંછી પ્યાસાં જાય
(ઝાકળ)
નીલગગનમાં ચાદર ઓઢીને,
રહેતા નવ ભાઇ એકલા.
જનક એમનો એક જ છે,
ફેરફૂંદડી ફરીને કરે કલા.
(નવ ગ્રહ)