ગુજરાતી પ્રાર્થના PDF, Prarthana In Gujarati PDF, ગુજરાતી પ્રાર્થના ફોટો, પ્રાર્થના લખેલી, ગુજરાતી પ્રાર્થના Pdf, પ્રાર્થના ફોટો, સવાર ની પ્રાર્થના, હિન્દી પ્રાર્થના, મંગળવાર ની પ્રાર્થના, પ્રાર્થના નું મહત્વ.
ગુજરાતી પ્રાર્થના | Prarthana In Gujarati PDF
‘પ્રાર્થના સંગ્રહ’ પીડીએફ ઝડપી ડાઉનલોડ લિંક આ લેખના તળિયે આપવામાં આવી છે. તમે ડાઉનલોડ બટનનો ઉપયોગ કરીને પીડીએફ ડેમો, પીડીએફનું કદ, પૃષ્ઠ નંબરો અને ‘ગુજરાતી પ્રાર્થના સંગ્રહ’ની સીધી ડાઉનલોડ ફ્રી પીડીએફ જોઈ શકો છો.
પ્રાર્થના એટલે શું?
પ્રાર્થના એટલે સૃષ્ટિનાં સર્જનહારનું ધ્યાન ધરવું તે.
પ્રાર્થના એટલે પ્રભુનું સ્મરણ કરવું તે.
પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક.
પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું.
પ્રાર્થના એટલે શ્રદ્ધા, સબુરી અને વિશ્વાસનું પ્રતિક.
પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિનું ઔષધ.
પ્રાર્થના એટલે આત્મા અને પરમાત્માને જોડતી કડી.
પ્રાર્થના એટલે જીવન જીવવાની જડીબુટ્ટી.
પ્રાર્થના એટલે ધર્મનું કર્મ અને કર્મની કૂચી.
પ્રાર્થના એટલે પ્રભુને પામવાનો પારસમણિ.
પ્રાર્થના એટલે સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ.
પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ‘પ્રાર્થના’
સરસ્વતી વંદના – પ્રાર્થના
યા કુન્દેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહમાચ્યુત શંકર પ્રભુતિભિર્દેવ સદાવંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિ:શેષજાડ્યાપહા
ગુરુ વંદના – પ્રાર્થના
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : | ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે … મંદિર તારું
નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે … મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે … મંદિર તારું