Gujarati Subhashito

Gujarati Subhashito PDF Free Download, Gujarati Subhashito Pdf Free Download, સોનેરી સુભાષિતો, સુભાષિત ધોરણ 7, Subhashito Meaning, સુભાષિત ધોરણ 5, સુભાષિત એટલે શું, સુભાષિત ધોરણ 6, Sanskrit Subhashit.

Gujarati Subhashito PDF Free Download

  1. સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત,
    સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત
  2. સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય,
    વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય.
  3. સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર,
    ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર.
  4. સર્વ દિવસ સરખા નથી, દુ:ખદાયક પણ કોઈ,
    સુખ ભોગવીએ સર્વ તો દુ:ખ પણ લઈએ જોઈ.
  5. સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
    ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ
  6. સાચી પ્રીત શેવાળની જળ સૂકે સૂકાય રે
    માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય
  7. સુખ-સમયમાં છકી નવ જવું; દુ:ખમાં ન હિંમત હારવી;
    સુખ-દુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.
  8. સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
    જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.
  9. સૂતેલ હોય તો બેઠો થઈ જજે, બેઠો ઊઠજે અધીર,
    દૂરને મારગ પાંખ્યું વીંઝજે, છૂટ્યું આવે જેમ તીર.
  10. સૂર્ય-રશ્મિ-પંથમાં વાદળ ભલે વચ્ચે પડે,
    ખીલતા ફૂલને કદીયે મ્લાન મેં દીઠું નથી.
  11. સેણ સગાયું કીજીએ, જેવી કુળની રીત,
    સરખેસરખાં ગોતીએ, વેર, વેવાઈ ને પ્રીત
  12. સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
    રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

1. આપેલ સુભાષિતનો ભાવાર્થ સમજાવો:

એકલ દેતા દાન જે, એકલ ઝૂઝત જંગ,

એકલ જગ નિંદા સહે, એ વીરોને સંગ.
ઉત્તર :
 જે લોકો એકલા (કોઈ પણ જાતની જાહેરાત વગ૨) દાન આપે છે, જે એકલા લડતમાં ઝઝૂમે છે, જે એકલા જગતની નિંદા સહે છે; એની ગણના વીરોમાં થાય છે.

2. કવિ કેવા શૂરવીરોને શાબાશી આપે છે ?
ઉત્તર : એકલાં જ બધાં કાર્યોને પાર પાડનારા શૂરવીરોને કવિ શાબાશી આપે છે.

3. જેનું ધ્યેય મંજિલ હશે તે શું નહીં જુએ ?
ઉત્તર : 
રસ્તા

4. ઉદ્યમી હો, હસ્તની રેખા નહિ જુએ. (સાચું કે ખોટું)
ઉત્તર : સાચું

5. દાનેશ્વરીનું શું કામ ?
ઉત્તર : 
દાનેશ્વરીનું કામ દાન આપવાનું છે. જરૂરિયાદમંદ લોકોને દાન આપવાનું પુણ્યકર્મ દાનેશ્વરી લોકો કરે છે.

6. સાચો દાતા કોણ છે ?
ઉત્તર : જે દાતા દાન આપતી વખતે ક્યારેય યાચકની જાત જોતો નથી તે સાચો દાતા ગણાય છે.

7. કવિના મતે ઉદ્યમી માણસ કેવો હોય ?
ઉત્તર : કવિના મતે ઉદ્યમી માણસ એવો હોય છે જે કદી હાથની રેખાઓ જોતો નથી. સતત મહેનત કરતો રહે છે.

8. યાચકની જાતને કોણ નહીં જુએ?
ઉત્તર :
 દાતા

9. આપેલ સુભાષિતનો ભાવાર્થ લખો :
આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરત;
જગમાં એવા જનમિયા, અગરબત્તીને સંત.
ઉત્તર : 
આ જગતમાં એવા બે જ જન્મ્યા છે, જે પોતે કોઈ ખૂણામાં એકલા બળે છે, અને સુગંધ પ્રસરાવે છે. તે છે – અગરબત્તી અને સંત. જેઓ પોતે તકલીફ સહન કરીને અન્યને સુખ આપે છે.

10. ધૂપ બધે પ્રસરતનો અર્થ …………….
ઉત્તર :
 સુગંધ ફેલાવી

11. સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે ?
ઉત્તર :
 સંત અને અગરબત્તીનો મહિમા ગવાયો છે, કારણ કે અગરબત્તી અને સંત બંને એવાં છે જે આ જગતમાં કોઈક ખૂણે પોતે એકલાં જબળે છે અને બધે સુગંધ પ્રસરાવે છે. એટલે કે, જગતની તકલીફો સહન કરીને પોતાનાં સદકાર્યોની સુવાસ ફેલાવે છે.

12. અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા તમે શું શું કરી શકો ?
ઉત્તર : 
અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા હું પોતે તકલીફ સહન કરીને અન્યને સુખ આપીશ.

13. ફળો આવે છે ત્યારે ડાળીઓ નમતી નથી. (સાચું કે ખોટું)
ઉત્તર : 
ખોટું

14. ડાળીઓ ક્યારે નમી જાય છે ?
ઉત્તર : 
જ્યારે વૃક્ષની ડાળીઓ પર ફળો આવે છે, એ ફળોનું વજન એટલું વધી જાય છે, ત્યારે ડાળીઓ નમે છે.

15. કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે ?
ઉત્તર : 
કવિ નમેલી ડાળીઓ દ્વારા નમ્ર બનવાનું સૂચવે છે. વૃક્ષ પર ફળો આવે ત્યારે ડાળીઓ નમે છે; તેમ માણસે ધનસંપત્તિ, સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ.

16. ‘નમ્રતા શું છે? તે જમાનાને કોણ બતાવે છે?
ઉત્તર : 
ડાળીઓ

17. આપેલ સુભાષિતનો ભાવાર્થ સમજાવો :
ચેહ ઠરે દુઃખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
પણ ઈરખાની આગ ઠારે, ત્યમ બમણી બળે.
ઉત્તર :
 માણસ મૃત્યુ પામે અને તેની ચિંતા કરે તેની સાથે બધાં દુઃખ અને ખટરાગ (રાગદ્વેષ), કજિયા-કંકાસ પણ શમી જાય છે, પણ ઈર્ષાની આગ જેમ ઠારો તેમ બમણી બળે છે; એટલે ઈર્ષાળુ માણસ જીવનમાં વધુ ને વધુ દુઃખી થતો જાય છે.

18. ઈર્ષારૂપી આગને ……………. થી પણ વધારે દાહક બતાવી છે.
ઉત્તર : 
ચિંતાની

19. જગતમાં કઈ કઈ આગ ઠરી જાય છે ?
ઉત્તર :
 ચિંતાની, દુઃખડાની, ખટરાગની

20. ઈરખાની આગ ઠારવાથી કરી શકે છે. (સાચું કે ખોટું)
ઉત્તર :
 ખોટું

21. જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે ?
ઉત્તર :
 જગતમાં ઈર્ષાની આગ ઠારવાથી ઠરતી નથી, પરંતુ બમણી થતી જાય છે.

22. શું ઈર્ષાની આગ ઠારી શકાય ? કેવી રીતે ?
ઉત્તર :
 ઈષ્યની આગને ઠારવા માટેનું કદી ન નિષ્ફળ જાય તેવું એક જ શસ્ત્ર છે – પ્રેમ. દરેક પ્રત્યે પ્રેમની ભાવનાથી આ આગ ઠારી શકાય.

23. નીચે આપેલા વિશિષ્ટ બોલીના શબ્દોનાં માન્ય ભાષારૂપો આપો :
ઉદા. : 
જનમિયાં = જનમ્યાં

PDF Information :



  • PDF Name:   Gujarati-Subhashito
    File Size :   538 kB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download Gujarati-Subhashito to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts