પંચતંત્રની 75 વાર્તાઓ PDF Free Download, પંચતંત્રની 75 વાર્તાઓ Pdf Download, હિતોપદેશની વાર્તાઓ Pdf, બાળવાર્તા Pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા Pdf, Panchtantra Varta In Gujarati Pdf, બોધ વાર્તા Pdf.
પંચતંત્રની 75 વાર્તાઓ PDF Free Download
નીતિકથાઓ માટે પંચતંત્રનું સ્થાન પ્રથમ છે. પંચતંત્ર ની રચના સંસ્કૃત ભાષા માં કરવામાં આવેલી હતી. આ કથાઓ ની રચના પંડિત વિષ્ણુશર્મા દ્વારા કરવામાં આવી હતી. તેની મૂળ બૂક ઉપલબ્ધ નથી પરંતુ અનુવાદ ના આધારે તે ત્રીજી શતાબ્દી ની આસપાન લખાઈ હશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
પંચતંત્ર ની વાર્તાઓ(Panchatantra Story) ને મુખ્યત્વે પાંચ ભાગો માં વહેચવામાં આવેલ છે. મિત્રભેદ, મિત્રલાભ, કાકોલુકિયમ, લબ્ધપ્રનાશ, અપરિચિત પરિબળો.
પંચતંત્ર ની વાર્તાઓ માં માણસો સાથે પશુ પક્ષી ને પણ પાત્રો તરીકે દર્શાવ્યા છે.જે એક અલગ રોમાંચ અને જ્ઞાન આપે છે. પંચતંત્ર ની વાર્તાઓ એક ક્રમ માં આપવામાં આવેલી છે આથી જ્યારે પણ કોઈ વાર્તા પૂરી થશે ત્યાથી નવી વાર્તા શરૂ થશે.
જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથી આવ્યો છે.
તેમને આજ સુધી હાથી વિશે ઘણું સાંભળ્યું હતું પણ ક્યારે એને સ્પર્શીને અનુભવ કર્યો નહોતો.. તેથી તેમને નક્કી કર્યુ કે આપણે ભલે હાથીને જોઈ શકતા નથી પણ તેને સ્પર્શીને તેનો અનુભવ કરીશુ.. બધા એ સ્થાન પર ગયા જ્યાં હાથી આવ્યો હતો
બધાએ હાથીને અડવાનું શરૂ કર્યુ . હું સમજી ગયો હાથી એક થાંભલાની જેવો હોય છે , પહેલા માણસે હાથીના પગને હાથ લગાવતા કહ્યું ..
અરે નહી , હાથી તો દોરડા જેવો હોય છે ” બીજા માણસે હાથીની પૂંછડી પકડતા કહ્યું.
“મારા મત મુજબ હાથી તો એક થડ જેવો હોય છે છું ત્રીજા માણસે હાથીની સૂંઢ પકડતા કહ્યું…
“તમે લોકો શું ફાલતુ વાતો બબડો છો, હાથી એક મોટા પંખાની જેમ હોય છે ” ચોથા માણસે હાથીના કાન સ્પર્શીને કહ્યુ..
નહી નહી એ એક દીવાલની જેમ હોય છે , “પાંચમા માણસે હાથીના પેટ પર હાથ રાખતા બોલ્યો .
એવું નથી એ તો એક પાઈપની જેમ હોય છે છઠ્ઠા માણસે એની વાત રાખી અને પછી બધા પરસ્પર ચર્ચા કરવા લાગ્યા અને પોતાને સિદ્ધ કરવામાં લાગી ગયા.
એમનો વિવાદ ગરમા ગરમી પર પહોચી ગયો એ ઝગડવા લાગ્યા .
ત્યારે ત્યાંથી એક બુદ્ધિમાન માણસ પસાર થઈ રહ્યો હતો એને રોકાઈને બોલ્યો ” શું વાત છે તમે બધા પરસ્પર કેમ ઝગડી રહ્યા છો ?
“અમે એ નક્કી નહી કરી શકી રહ્યા કે છેવટે હાથી કેવો દેખાય છે ” તેઓ બોલ્યા અને પછી એક-એક કરીને બધાને પોતાનો અનુભવ જણાવ્યો..
બુદ્ધિમાન માણસે બધાની વાત શાંતિથી સાંભળી અને બોલ્યા ” તમે બધા પોત-પોતાની જગ્યાએ સાચા છો તમારા વર્ણનમાં અંતર એ છે કે તમે બધાએ હાથીના જુદા-જુદા ભાગને સ્પર્શ કર્યો છે.
પણ જે વાતો તમે બધાએ હાથી વિશે કહી એ બધી સાચી છે.
શુ સાચેેજ ..? બધાએ એક સાથ જવાબ આપ્યો
એ પછી કોઈ વિવાદ થયો નહી અને બધા ખુશ થઈ ગયા કે એ બધા જ સાચુ કહી રહ્યા હતા
મિત્રો ઘણી વાર આપણે આપણી જ વાત પર અડી જઈએ છીએ કે આપણે સાચા છે અને બાકી બધા ખોટા છે.
પણ આ શક્ય છે કે આપણે સિક્કાની માત્ર એક જ બાજુ જોઈ હોય અને સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે.. બીજા તથ્યો પણ સત્ય હોઈ શકે છે.
આથી આપણે આપણી વાત તો કહેવી જોઈએ પણ સાથે સાથે તેટલા જ ધ્યાનથી બીજાની વાત પણ સાંભળવી જોઈએ અને ક્યારે પણ બેકારના વિવાદમાં પડવું જોઈએ નહી.
વેદોમાં પણ કહ્યુ છે કે એક સત્યને ઘણી રીતે જણાવી શકાય છે , જ્યારે બીજી વાર તમે કોઈ વિવાદમાં પડો તો યાદ કરી લેજો આ વાર્તા કે તમારા હાથમાં તો પૂછડી જ છે બીજા ભાગ બીજાના હાથમાં પણ હોઈ શકે છે.. !!
પંચતંત્રની બાળવાર્તા કુવાની ચોકીઓ
એક જંગલમાં નાનું ઝરણું વહે. ચોમાસામાં તો એ છલકાઈને નદી જેવડું થઈ જાય. અને શિયાળામાં ઝરણું બની જાય. પણ ઉનાળામાં સાવ જ સુકાઈ જાય.
એ ઝરણું સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતાં પ્રાણીઓને બહુ તકલીફ પડે. પાણી વગર બધાંને જ્યાં ને ત્યાં ભટક્વું પડે. કેટલાંક તો તરસ્યાં મરી જાય.
આથી એક વાર જંગલનાં બધાં પશુ-પંખીઓની સભા મળી. અને એમાં બધાંએ વિચાર્યું કે, એક કૂવો ખોદીએ. એટલે કાયમ માટે પાણીનું સુખ થઈ જાય. બધાંને આ વાત ગમી ગઈ. બધાં કૂવો ખોદવા તૈયાર થઈ ગયાં.
અને એક જગ્યા નક્કી કરી બધાંએ કૂવો ખોદવા માંડ્યો. ચકલીથી માંડીને હાથી સુધીના જીવ માટી ખોદી ખોદીને દૂર ફેંકવા લાગ્યાં. જોતજોતામાં મોટો કૂવો ખોદાઈ ગયો. જેમ નીચે જતાં ગયાં તેમ તેમ ભીની ભીની માટી નીકળવા માંડી અને એક દિવસ પશુ-પંખીઓની મહેનત ઊગી નીકળી. કૂવામાં ઝરણ વહેવા લાગ્યાં… કૂવામાં પાણી આવી ગયું. પશુ-પંખીઓ તો આનંદથી નાચવા લાગ્યાં… ગાવા લાગ્યાં… કોલાહલ કરી મૂક્યો. બધાંએ પેટ ભરી ભરીને પાણી પીધું અને પાણીયે કેવું કોપરા જેવું મીઠું… !
પાણી ન પીવા દીધું શિયાળને. શિયાળ બહુ લુચ્ચું. એણે જરાય મદદ ન કરી. આથી બધાંને એના પર ખૂબ ગુસ્સો આવ્યો. બધાંએ નક્કી કર્યું કે, એને પાણી ન પીવા દેવું. ભલે પછી કૂવાની ચોકી કરવી પડે. પણ એને તો પાઠ ભણાવવાનો જ.
પહેલે દિવસ કૂવાની ચોકી કરવા સસલો ગોઠવાયો. રાત જામી. કોઈ પશુ-પંખી કૂવા પાસે ન હતું. સસલો આજુબાજુ ધીરે ધીરે ફર્યા કરતો હતો.
ધીરેથી શિયાળ કૂવા પાસે આવ્યું. અને છાનુંમાનું પાણી પીવા ગયું. ત્યાં સસલાએ એને જોયું, ‘એ શિયાળ ! ખબરદાર જો પાણી પીધું છે તો !’ સસલાએ તો બૂમાબૂમ કરવા માંડી : ‘ કૂવો ખોદવા તો એકે દિવસ દેખાયો ન હતો અને પાણી પીવા પહેલે દિવસે આવી ગયો કેમ ? પાણી પીવાની ગરજ હતી કૂવો ખોદવા આવવું હતું ને ! બધાંએ નક્કી કર્યું છે કે, તને આ કૂવામાંથી પાણી પીવા ન દેવું. એટલે હવે તારે અહીં આવવું જ નહિ. તને કોઈ સંજોગોમાં પાણી પીવા મળવાનું નથી. તારા લીધે તો આ કૂવા પર ચોકી બેસાડી છે. હવે તું ભાગી જા અહીંથી. નહિ જશે તો હું બૂમાબૂમ કરીને બધાંને બોલાવીશ. અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.’
‘ના, સસલાભાઈ ! એવું નહિ કરતાં. મારે તો કંઈ પાણી પીવું નથી. આ તો તમારા માટે થોડી પાકી પાકી જોઈને બદામ લાવ્યો હતો.’
‘બદામ ? ક્યાં છે બદામ ?’ સસલાના મોંમાં પાણી આવ્યું. સસલાને બદામ બહુ ભાવતી હતી.
‘પણે પેલા ઝાડની બખોલમાં મૂકેલી છે. સસલો તો ચોકી કરવાનું છોડીને તે ઝાડની બખોલમાં ગયો. અને ત્યાં જોયું તો ખરેખર મીઠી… પાકેલી બદામો હતી. તે તો ચપડ ચપડ… કરતો બદામ ખાવા માંડ્યો.
આ બાજુ શિયાળે પાણી પીધું અને ભાગી છૂટ્યું. સવારે બધાંએ જોયું તો કૂવા તરફ શિયાળનાં પગલાં દેખાયાં, બધાં પશુ-પંખીઓએ સસલાને પૂછ્યું, ‘તું ચોકી કરતો હતો તે અહીં પેલું શિયાળ આવ્યું હતું ?’
સસલાને થયું કે, હું શિયાળે આપેલી બદામની વાત કરીશ તો આ લોકો મને ઠપકો આપશે. એટલે એણે વાત ફેરવીને કહ્યું,
‘મને તો ઝોકું આવી ગયેલું એટલે શિયાળ આવ્યું હોય તો મને ખબર નથી. બાકી આમ તો મેં શિયાળને જોયું નથી.’ બધાંને સસલા પર ગુસ્સો આવ્યો. પણ એ નાનો હતો એટલે બધાએ એને જવા દીધો.
બીજે દિવસે કાચબાનો વારો આવ્યો. બધાંએ તાકીદ કરી કે, હવે તો કોઈ પણ સંજોગોમાં શિયાળ કૂવાની નજીક આવવું ન જોઈએ. કાચબાએ તો કૂવાની બરાબર ચોકી કરવા માંડી.
મધરાત થઈ એટલે શિયાળ આવ્યું.
‘કાચબાભાઈ ! કાચબાભાઈ ! બદામ ખાશો કે ?’
‘ના ! મારે બદામ નથી ખાવી. તું અહીંથી ભાગ તો ! નહિ તો બૂમાબૂમ કરી બધાંને બોલાવીશ અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.’ કાચબાએ તો કડકાઈથી કહ્યું.
‘કાચબાભાઈ ! તમે કેમ આટલા ગરમ થઈ ગયા છો ! બદામ તો એકદમ પાકેલી અને મીઠ્ઠી છે. જુઓ, પેલી બખોલમાં. એક વાર ચાખી તો આવો !’
કાચબો સમજી ગયો કે, આ મને કૂવા પાસેથી દૂર કરવાની કોશિશ કરે છે. કાલે એણે સસલાને પણ આવું જ કહ્યું હશે. અને ચોક્કસ કાલે શિયાળ પાણી પી ગયું હશે. પણ આજે તો એને પાઠ ભણાવવો જ પડશે. કાચબાએ તો બૂમાબૂમ કરી મૂકી. જરા વારમાં બધાં ભેગાં થઈ ગયાં. અને શિયાળને એવો ખોખરો કર્યો… એવો ખોખરો કર્યો કે કૂવાની દિશામાં જોવાનુંયે ભુલાવી દીધું.
બસ ! તે દિવસથી કૂવાની ચોકી કાચબો કરતો આવ્યો છે. જ્યાં કૂવા ત્યાં કાચબો તો હોય જ.
‘હે કુમારો ! કામચોરી કદી ન કરવી. બધાંને દરેક વાતમાં સાથ-સહકાર આપવો.’