પેઢીનામું ફોર્મ

પેઢીનામું ફોર્મ PDF Free Download, Pedhinamu Application Format in Gujarati, પેઢીનામુ કઢાવવા અંગેની સંપૂર્ણ વિગતો જાણો.

પેઢીનામું ફોર્મ PDF Free Download

કોરોના કાળ વિત્યા પછી ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. તેમની મિલ્કતની વારસદારોમાં મિલ્કતની વહેંચણી માટે ‘વારસાઈ આંબો’ યાને કે મામલતદાર કચેરીમાંથી કઢાવવાનું થતું ‘પેઢીનામું’ એક ખુબ જ અગત્યનો દસ્તાવેજ છે. હાલમાં પેઢીનામું કઢાવવા માટે માર્ગદર્શનની ઘરેઘરની જરૂરીયાત ઉભી થયેલી છે.

તેવા સમયે વકીલની મદદ વગર વકીલની ફી ચુકવ્યા વગર જ કઈ રીતે જાતે જ પેઢીનામું કઢાવી શકાય છે તે બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન ફોર્મ / સોગંદનામાનો નમુનો તથા અરજી સાથે બીડવાનાં થતાં તમામ દસ્તાવેજી પુરાવાઓનું લીસ્ટ અત્રે ઉપલબ્ધ છે. અત્રે રજુ કરેલા ફોર્મેટ / સોગંદનામુ તથા તેમની સાથેનાં બીડાણનો અભ્યાસ કરી સંપૂર્ણ વિગતો સાથે નજીકની મામલતદાર કચેરીમાં રજુ કરવાથી આપને ૧૦ થી ૧૫ દિવસમાં વારસાઈ આંબો મળી જાય છે.

કોઈપણ એક સીધી લીટીના વારસદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા આધારકાર્ડ તથા રેશનકાર્ડની નકલ, (ર) સીધી લીટીના વારસદારોનાં નામ / સરનામા / ઉંમર / વ્યવસાય તથા આધારકાર્ડની નકલ તથા રેશનકાર્ડની નકલ. (૩) જો વારસદાર મૃત્યુ પામેલ હોય તો તેનો મરણ દાખલો. (૪) જે મિલ્કતનો આંબો કરવાનો હોય તે મિલ્કતનો દસ્તાવેજ / મિલ્કતના આધાર. (દા.ત. ખેતીની જમીન માટે આંબો જરૂરી હોય તો ૭-૧૨, ૮અ તેમજ જો બેંકના કામ માટે આંબો જરૂરી હોય તો બેંકની પાસબુક સાથે લાવવી) (૫) બે પંચોના આધારકાર્ડની નકલ. (૬) અત્રે રજુ રાખેલ ફોર્મેટ મુજબનું નોટરાઈઝડ સોગંદનામું.

આ સાથે સામેલ ‘ફોર્મેટ’ સંપૂર્ણ રીતે ભરીને ઉપરોકત પેપર સામેલ રાખવાથી વારસાઈ આંબાની અરજી તૈયાર થઈ જશે. જે નજીકની ગ્રામ પંચાયત અથવા મામલતદાર કચેરીમાં રજુ કરવી.

૫૦ના ઈ-સ્ટેમ્પીંગ પર કોઈપણ એક સીધી લીટીના વારસદારનું ફોટાવાળું સોગંદનામું. (ર) સોગંદનામું કરનારનો ફોટો આઈ.ડી. પ્રુફની નકલ. (૩) બધા જ વારસદારોની રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ તથા આઈ.ડી. પ્રુફની નકલ. (૪) જે હેતુ માટે આંબો જરૂરી હોય તેના આધારો જોડવા. (૫) જે વારસદાર મૃત્યુ પામેલ હોય તેના મરણ દાખલા. (૬) પંચોના આઈ.ડી. પ્રુફની નકલ. –

મૃત્યુ પામેલ બધા જ વારસદારોનો ફરજીયાત ઉલ્લેખ કરવો. (ર) તમામ સીધી લીટીના વારસદારના નામો દર્શાવવા ફરજીયાત ઉંમર અને સંબંધ સાથે. (૩) ખેતીના કામ માટે આંબો જોઈતો હોય તો લગત જમીનની સંપૂર્ણ વિગતો લખવી. (૪) બેંકના કામ માટે બેંક અંગે ઉલ્લેખ કરવો તથા બેંકનો કાગળ લેવો. (૫) હેતુ ફરજીયાત દર્શાવવો. (દા.ત. મિલ્કતની વહેંચણી / રેવન્યુ એન્ટ્રી / પ્રોબેટ / હેરશીપ) (૬) સોગંદનામું ફોટાવાળું હોવું ફરજીયાત. (૭) આ સિવાય કોઈ વારસદારો રહી જતા નથી કે ખોટા ઉમેરાયેલ નથી એ વાકય ફરજીયાત દર્શાવવું.

વારસાઈ આંબો હયાત વ્યકિત અથવા અવસાન પામેલ વ્યકિતનો પણ કઢાવી શકાય છે. હાલમાં સ્થાવર તથા જંગમ મિલ્કત માટે સરકારી કચેરીઓ જેવી કે બેન્ક, આર.ટી.ઓ., મામલતદાર કચેરી, કોર્ટ, વેચાણ દસ્તાવેજ, સબ રજીસ્ટ્રાર કચેરી, તાલુકા-જીલ્લા પંચાયત કચેરી, ટ્રેઝરી ઓફીસ, પેન્શન કચેરી, કલેકટર કચેરી, ગ્રામ પંચાયત કચેરી જેવી વિવિધ સરકારી – અર્ધ સરકારી કચેરીઓમાં વારસાઈ આંબો રજુ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થાય છે. વારસાઈ આંબાને અંગ્રેજીમાં Heirship Channel Certificate કહેવામાં આવે છે.

PDF Information :



  • PDF Name:   પેઢીનામું-ફોર્મ
    File Size :   32 kB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download પેઢીનામું-ફોર્મ to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts