COVID-19 રસીકરણ પ્રમાણપત્ર

COVID-19 રસીકરણ પ્રમાણપત્ર PDF Free Download, Covid Vaccination Certificate Download PDF In Gujarati, કોવિડ-19 રસી સર્ટિફિકેટ ઑનલાઇન ડાઉનલોડ કરો, કોરોનાની રસી લીધી હોય તો જાણી લો, સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની રીત.

COVID-19 રસીકરણ પ્રમાણપત્ર PDF Free Download

દેશવ્યાપી કોરોના રસીકરણનો બીજો તબક્કાએ જોર પકડી લીધુ છે, એવામાં અનેક રાજ્યોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ આગામી સમય માટે ખતરાના સંકેત આપી રહ્યા છે. એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્કતા દાખવી રહી છે અને કોવિડ નિયમોના સખત પાલન પર જોર આપી રહી છે. ખાસ કરીને રસીકરણ માટે પણ દેશવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકોને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે વર્તમાન સ્થિતિમાં અતિ મહત્વનું પૂરવાર થઇ શકે એમ છે. એમાં પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ જરુરી દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાઇ શકે એવી સંભાવનાઓ વધવા લાગી છે. જો તમે પણ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ ચૂક્યા છો તો, આ અંગેનું સર્ટિફિકેટ મેળવી લેવુ હિતાવહ રહેશે. જે CoWin પોર્ટલ અને આરોગ્ય સેતૂ એપ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે સૌ પહેલા બેનેફિશયરી આઇડી અને વેક્સીન માટે નોંધણી દરમિયાન ઉપયોગમાં લીધેલા મોબાઇલ નંબરની જરુર પડે છે. બેનેફિશયરી આઇડી વેક્સીન માટે નોંધણી દરમિયાન SMS થકી અને વેક્સીનના ડોઝ લીધા બાદ આવેલા SMSમાં જણાવેલ હશે.

આરોગ્ય સેતૂ એપમાંથી વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે પ્રથમ, એપ ખોલતાં જ એમાં CoWINનું ઓપ્શન મળશે. જેની પર ક્લિક કર્યા બાદ નીચેની તરફ ચાર વિકલ્પો પૈકી વેક્સીનેશન સર્ટિફિકેટ પર ક્લિક કરી બેનેફિશયરી આઇડીની માહિતી આપવાની રહેશે. જે પછી GET CERTIFICATE પર ક્લિક કરવાથી વેક્સીનેશન સર્ટિફિકેટ તમારા સ્માર્ટફોનમાં સેવ થઇ જશે.

અન્ય એક વિકલ્પ હેઠળ રસીકરણ નોંધણી માટે જે મોબાઇલ નંબર ઉપયોગમાં લેવાયો હતો, એ જ મોબાઇલ નંબર ડિજિલોકર એકાઉન્ટ સાથે જોડાયેલ છે તો રસીકરણ સર્ટિફિકેટ Sync પણ કરી શકાશે. આ સિવાય CoWIN એપ દ્વારા પણ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે. જેમાં એપ ઓપન કર્યા બાદ બેનેફિશયરી આઇડી નાંખીને સર્ચ કર્યા બાદ સર્ટિફિકેટ ડાઉનલોડનો વિકલ્પ દેખાશે.

જો તમે CoWin પોર્ટલ પરથી વેક્સીનેશન સર્ટિફિકેટ મેળવવા ઇચ્છો છો તો, www.cowin.gov.in પર જઇને સૌથી નીચે Get your COVID Vaccination Certificates હેઠળ આપવામાં આવેલા CoWIN ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પોર્ટલ પર રિડાયરેક્ટ થતાં મોબાઇલ નંબર અને OTPની માહિતી આપી Login કરવાનું રહેશે. જે પછી પેજ પર રહેલા Actionના કોલમમાં સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળી રહેશે. જેની પર ક્લિક કરવાથી વેક્સીનેશન સર્ટિફિકેટ મેળવી શકાશે.

આ સિવાય https://selfregistration.cowin.gov.in/vaccination-certificate પર બેનેફિશયરી આઇડી નાંખીને Search કરવાથી સર્ટિફિકેટ ડાઉનલોડનો વિકલ્પ મળી જશે.

PDF Information :



  • PDF Name:   COVID-19-રસીકરણ-પ્રમાણપત્ર
    File Size :   121 kB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download COVID-19-રસીકરણ-પ્રમાણપત્ર to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts