12 જ્યોતિર્લિંગનું ગુજરાતીમાં નામ અને સ્થાન

12 જ્યોતિર્લિંગનું ગુજરાતીમાં નામ અને સ્થાન PDF, 12 Jyotirlinga Name And Place In Gujarati PDF, બાર જ્યોતિર્લિંગ નો મહિમા, 12 Jyotirlinga Names In India With Map, Tour Packages PDF Free Download.

12 જ્યોતિર્લિંગનું ગુજરાતીમાં નામ અને સ્થાન PDF

જ્યોતિર્લિંગ નું નામજ્યોતિર્લિંગ નું સ્થળ
શ્રી સોમનાથસોમનાથ, ગુજરાત
શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમશ્રીશૈલમ, આંધ્રપ્રદેશ
શ્રી મહાકાળેશ્વરઉજ્જૈન, મધ્યપ્રદેશ
શ્રી ઓમકારેશ્વરઓમકારેશ્વર, મધ્યપ્રદેશ
શ્રી કેદારનાથરુદ્રપ્રયાગ, ઉત્તરાખંડ
શ્રી ભીમાશંકરભીમાશંકર, મહારાષ્ટ્ર
શ્રી કાશી વિશ્વનાથવારાણસી, ઉત્તરપ્રદેશ(UP)
શ્રી ત્રંબકેશ્વરનાસિક, મહારાષ્ટ્ર
શ્રી વૈદ્યનાથદર્ડમારા, ઝારખંડ
શ્રી નાગેશ્વરદારુકાવનમ, ગુજરાત
શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમરામેશ્વરમ, તમિલનાડુ
શ્રી ગ્રિષ્ણેશ્વર કે શ્રી ઘૃષ્ણેશ્વરવેરુલ, મહારાષ્ટ્ર

શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે સોમનાથનું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાનું છે. એવું કહેવામાં આવે છે કે ઈસવીસન ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું ત્યારબાદ સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના ની સાથે ૭૨૫ની સાલમાં મંદિર પર હુમલો કર્યો હતો, ત્યાર પછી 815 માં ત્રીજી વખત પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ લાલ પથ્થર વાપરીને મંદિરનું નિર્માણ કર્યું હતું.

સોમનાથ મંદિરમાં ૧૦૨૬ની સાલમાં મહમદ ગઝનીએ કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી લુંટ કર્યા પછી મંદીરના ને સળગાવી તેનો વિનાશ કર્યો હતો અને મંદીરના અસંખ્ય શ્રદ્ધાળુઓ ને મારી નાખ્યા હતા ત્યાર પછી માળવા ના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે 1026 થી 1042 ના સમય દરમિયાન ચોથીવાર મંદિરનું નિર્માણ કર્યું હતું. જ્યારે દિલ્હી સલ્તનતને 299 ની સાલમાં ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો ફરીથી વિનાશ થયો. ત્યારબાદ તે 1394 માં ફરીથી સોમનાથનો વિનાશ થયો.મોગલ શાસક ઔરંગઝેબે ૧૭૦૬ની સાલમાં ફરીથી મંદિર તોડી પાડ્યું આવી રીતે સોમનાથ 17 વાર તોડવામાં આવ્યું હતું.

સોમનાથનું પુનઃનિર્માણ : ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર ૧૯૪૭ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે સોમનાથ મંદિર તેની મુળ જગ્યા પર સાતમી વખત નિર્માણ કરવામાં આવ્યું છે.એક ડિસેમ્બર ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું. ત્યાર બાદ ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લીંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી ત્યાર પછી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદીરનું નિર્માણ થયું અને ટ્રસ્ટ મંદિરની દેખરેખ કરે છે સોમનાથને સત્તર વાર નષ્ટ કરવામાં આવ્યું છે અને તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે.

શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિર મા શ્રીસેલમ જ્યોતિલિંગ આવેલું છે. મલ્લિકાર્જુન મંદિર ના વિશે એક પ્રાચીન કથા છે. તે સમય દરમિયાન શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રાંરભ રૂપમાં દર્શન આપ્યા હતા. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. પાંડવોએ આ જ્યોતિર્લિંગને સ્થાપના અહીંયાં કરી હતી ભગવાને રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા. હિરણ્યકશ્યપ જે ભક્ત પ્રહ્લાદના પિતા હતા તે પણ અહીંયાં પૂજા અર્ચના કરતા હતા.

ભારતમાં બાર જ્યોતિર્લિંગોમાં મલ્લિકાર્જુન બીજા સ્થાન પર આવેલું છે. અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલા છે. જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મંદિરમાં પ્રવેશ માટે બહાર પગ ધોયા પછી પ્રવેશ મળે છે અને અહીંયા શિવજીના દર્શન કરવા જોઈએ નંદિની પરવાનગી લીધા બાદ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામી ના દિવ્ય રૂપના દર્શન કરે છે. અહીંયા દર્શન કરવાથી મહાફળ ની પ્રાપ્તિ થાય છે જે ધર્મ કર્મ કરવાથી જે પુણ્ય મળે છે તે મલ્લિકાર્જુન સ્વામીના દર્શન માત્રથી જ થાય છે.

શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગમાંનું મહાકાળેશ્વર મંદિર ત્રીજા નંબરનું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં શિપ્રા નદીના તટ પર આવેલું છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ની વિશેષતા એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈન ની રક્ષા કરી રહ્યા છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ની વિશેષતા એ છે કે એક માત્ર દક્ષિણ જ્યોતિર્લિંગ હોવાથી ત્યાંની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મહાકાલ ના સાચા મનથી દર્શન કરનારાઓ ક્યારે બીમારીનો કે મૃત્યુનો ભય રહેતો નથી મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પૂજાય છે.

ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય ત્રણ વિભાગો આવેલા છે .તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે. નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે મહાકાલેશ્વરના દર્શન થઈ શકે છે. અહીં શિવ ના આખા પરિવાર સાથે માતા પાર્વતી ગણેશ અને કાર્તિક એના પણ દર્શન થશે અને અહીંયા એક કુંડ છે. તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઇ જાય છે.

શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માં ચોથું જ્યોતિર્લિંગ ઓમકાલેશ્વર છે. તે મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે. આ જગ્યા પર ભગવાન શિવના બે મંદિરો છે. ઓમકારેશ્વર અને મમલેશ્વર એમ કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું ઓમકારેશ્વર ની વિશેષતા એ છે કે અહીં નો પર્વત ઓમના આકારનો દેખાય છે અને નર્મદા નદી પણ ઓમ ના આકાર ની વહેતી હોય તેવું દેખાય છે. માટે તેનું નામ ઓમકારેશ્વર છે. ઓમકારેશ્વરની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે.

શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર ઓમકારેશ્વરમાં વિદ્યા ચલે તપસ્યા કરી હતી શિવ પુરાણના અનુસાર અહીં દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાની પ્રજાનું દુઃખ ને જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા. ઓમકાર ભગવાનને વાજતા ગાજતા હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઈ જવામાં આવે છે. અને પછી બંને ભગવાનની સવારી નગરમાં ફરવા નીકળે છે.

શ્રીકેદારનાથ જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. ઉતરાખંડ હિમાલય પર્વત ની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગોમાં સામેલ છે. ચાર ધામોમાંનું એક મંદિર કેદારનાથ છે અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બર ની વચ્ચે દર્શન માટે ખુલે છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર આદિ શંકરાચાર્યએ કરાવ્યો હતો.

કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે બદ્રીનાથ અને કેદારનાથ ઉતરાખંડ ના બે મુખ્ય યાત્રાધામ છે. તે બંને નુ ખૂબ મહત્વ છે. કેદારનાથની સાથે નરનારાયણની મૂર્તિ જોવાથી બધા પાપો થી મુક્તિ પ્રાપ્ત થાય છે.

શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

બાર મુખ્ય જ્યોતિર્લિંગમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી ૧૧૦ કિલોમીટર દૂર સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ ને મોટેશ્ર્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભીમાશંકર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાથી વ્યક્તિના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ મંદિર ખુબ જ જુનુ અને કલાત્મક છે. શિવપુરાણમાં કુંભકર્ણ ના પુત્ર નું નામ ભીમ હતું જે રાક્ષસ હતો. પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો તેમને ખબર નહોતી કે તેમના પિતા ભગવાન રામના હાથે મૃત્યુ પામ્યા છે. રામ ને મારવા માટે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી.એટલે તેનુ નામ ભીમાશંકર પડ્યુ.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે. આ મંદિર વારાણસીમાં છેલ્લા ઘણા હજારો વર્ષોથી સ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. એકવાર આ મંદિરની મુલાકાત લેવી જોઈએ અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. કાશી વિશ્વનાથ મંદિર નું મુખ્ય દેવતા વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે. આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે. અને વારાણસી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ બે ભાગમાં છે જમણા ભાગમાં દેવી ભગવતી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે. બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપ માં બિરાજમાન છે તેથી જ કાશી ને મુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે વિશ્વના દરબારમાં તંત્રના મુખ્ય ચાર દરવાજા છે. શાંતિ નો દરવાજો નાનો દરવાજો પ્રતિષ્ઠા નો દરવાજો નિવૃત્તિ નો દરવાજો આચાર દરવાજો જે તંત્રની દુનિયામાં અલગ અલગ સ્થાન ધરાવે છે. પવિત્ર ગંગામાં સ્નાન કરી અને કાશી વિશ્વનાથના દર્શન કરી આવીએ તો વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.

શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

બાર જ્યોતિર્લિંગોમાં ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકથી 35 કિલોમીટર દૂર ગૌતમી નદીના કિનારે આવેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના લિંગ આવેલા છે. તેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવતાઓ બિરાજમાન છે. આ તેની મોટી વિશેષતા છે. ભારતમાં સૌથી વધુ આ જ્યોતિર્લિંગ પૂજાય છે. અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્રંબકેશ્વર ના દર્શન કરે છે.

ગૌતમ ઋષિ, ગોદાવરી અને બધા દેવોની પ્રાર્થના પર ભગવાન શિવ આ સ્થળે નિવાસ કરવાનું નકકી કર્યું હતું. ત્યાંથી ત્રંબકેશ્વર નામ પડ્યું છે કેમકે જ્યોતિર્લિંગમાનું સૌથી આશ્ચર્યજનક એ છે કે તેના ત્રણ ચહેરા છે જે એક ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન રુદ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. આ લિંગ ની આસપાસમાં જ મુકવામાં આવ્યો છે જેને ત્રિદેવ નો ચહેરો માનવામાં આવે છે નીલમણી, હીરા અને ઘણા કિંમતી રત્નો આ તાજમાં છે આ મંદિર કાળા પથ્થરોથી બનેલું છે.

શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

વૈદ્યનાથ નવમાં જ્યોતિર્લિંગ પર આવે છે વેદનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્પ્રાંતના સાયલ પરગણાના ડુમકા નામના જિલ્લામાં આવેલું છે.પહેલા બિહાર પ્રાન્તમાં હતું વૈધનાથ નાદર્શન કરવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે આ જ્યોતિર્લિંગ ની કથા રાવણ સાથે સંબંધિત છે.

ભગવાન શિવ નો સૌથી મોટો ભક્ત રાવણ હતો એક વાર શિવને પ્રસન્ન કરવા માટે હિમાલય પર તીવ્ર તપસ્યા કરી રહ્યો હતો અને રાવણે તેના નવ માથા કાપીને શિવલિંગને અર્પણ કર્યા હતા જ્યારે તે પોતાનું દસમુ માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવ પ્રગટ થયા ત્યારે ભગવાન શિવજીએ રાવણને વરદાન આપ્યું હતું.કહેવાય છે કે રાવણે વરદાનમાં એકલિંગ માગ્યું હતું ત્યારબાદ અહીંયાના લિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યાંથી તેનુ નામ વૈધનાથ ધામ કહેવામાં આવ્યું છે.

શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યની હદમાં દ્વારકા થી ૨૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સપઁના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. અને નાગેશ્વર નો સંપૂર્ણ અર્થ સર્પનો સ્વામી એવો થાય છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન માત્રથી મનુષ્ય ના બધા જ પાપો અને દુષ્કર્મ ધોવાઈ જાય છે અને તે પૂર્ણ પ્રાપ્ત કરે છે નાગેશ્વર નો શબ્દ નો અર્થ સપનો સ્વામી થાય છે જે હંમેશા ભગવાન શિવના ગળામાં જોવા મળે છે માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધિત રોગોથી મુક્તિ મળે છે.

નાગેશ્વર શિવલિંગની સ્થાપના દ્વારકાના ખડકમાંથી ગોળાકાર પથ્થર થી ત્રણ મુખી રુદ્રાક્ષ ના રૂપમાં કરવામાં આવી છે શિવલિંગની સાથે દેવી પાર્વતીને પણ પૂજા કરી શકાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણ રુદ્રાભિષેક દ્વારા ભગવાન શિવની પૂજા કરતા હતા.

શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુના જિલ્લામાં આવેલું છે રામેશ્વરમ હિંદુઓ માટે પવિત્ર યાત્રાધામ છે આ તીર્થ હિન્દુઓના ચાર ધામોમાંનું એક ધામ છે આ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ની સ્થાપના ભગવાન શ્રીરામે કરી હતી માટે આ જ્યોતિર્લીંગની ભગવાન રામના નામ થી રામેશ્વર નામ આપવામાં આવ્યું છે.

શ્રી ગ્રિષ્ણેશ્વર કે શ્રી ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ દર્શન અને મહિમા

ગ્રિષ્ણેશ્વર જ્યોતિર્લીંગ ઔરંગાબાદ શહેરની બાજુમાં દોલતાબાદ થી ૧૧ કિ.મી.ના અંતરે આવેલું છે ધુનેશ્વર મંદિર ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે એમ કહેવામાં આવે છે કે મંદિરમાં દર્શન કરવાથી તમામ પ્રકારની ઇચ્છાઓ પ્રાપ્ત થાય છે નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે.

PDF Information :



  • PDF Name:   12-Jyotirlinga-Name-And-Place-In-Gujarati
    File Size :   91 kB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download 12-Jyotirlinga-Name-And-Place-In-Gujarati to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts