38 Download
Free download Vyasan Mukti Nibandh Gujarati PDF In This Website. Available 100000+ Latest high quality PDF For ebook, PDF Book, Application Form, Brochure, Tutorial, Maps, Notification & more... No Catch, No Cost, No Fees. Vyasan Mukti Nibandh Gujarati for free to Your Smartphone And Other Device.. Start your search More PDF File and Download Great Content in PDF Format in category General
2 months ago
Vyasan Mukti Nibandh Gujarati, વ્યસન મુક્તિ નિબંધ ગુજરાતી, વ્યસન મુક્તિ ચિત્ર, વ્યસન મુક્તિ નાટક, વ્યસનથી થતા ગેરલાભ PDF Free Download
આપણો ભારત દેશ સદીઓ પહેલાં સંસ્કારી સમાજ ધરાવતો,શિસ્ટાચારી ઈમાનદારી, સત્વિચારધારા ધરાવનારો દેશ ઓળખાતો હતો, આ દેશમાં સોનાની ચકલીઓ હતી ઘીદુધ ની નદીઓ વહેંતી હતી, લોકોના જીવનની રહેણી કરેણી એટલી વિશેષ હતી કે જેની વાત ત જ અલગ હતી, સ્ત્રીપુરૂષ વચ્ચે ખુબજ મર્યાદાઓ હતી આપણા દેશ ના લોકો દેશ છોડી કયાંય જતા નહી પણ દેશપરદેશ ના લોકો સારા સંસ્કાર મેળવવા આ ભારત પવીત્ર ભુમી પર આવતા હતા.તેઓ સારા સંસ્કાર મેળવી ને પોતાના વતમાં તેનો પ્રચાર પ્રસાર કરતા, જેની કોઈ વિદેશીઓને ગમ્યું નહી પછી તેઓએે વગર ધારના હથીયાર એટલે કે વ્યસનનો ઉપયોગ કરીને આખી ભુમીના સારા સંસ્કારી લોકોની ખોટ ઉભી કરી દીધી છે.
તો તેથી જ આ આજના યુગ માં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનનીઓ ની પ્રગતિ વધારે થતી હોય તેમ જણાઈ રહયુ છે, જેમાં સર્વત્ર વ્યસન કરનારાઓ બરબાદ થતા જણાઈ રહયા છે. વ્યસન એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક બુદ્વીશાળી માનવી ફસાઈ જતો હોય છે આ માટે જરા લાંબુ વિચારવામાં આવે તો કોઈ આંચ આવે એમ નથી, પણ લોકો જાણી જોઈને પોતાનુ મહામુલ્યવાન જીવન ટુંકાવી રહયા હોય એમ જણાઈ આવી રહયુ છે. વ્યસન એટલે મનુસ્યની બુદ્વી તેમજ સ્વભાવ માં ફરક પાડી દેશે. જેનાથી માનવી વિચીત્ર પ્રકારની હરકતો કરવાનું શરૂ કરી દેતો હોય છે. તેના શારીરીક માનસીક પ્રગતિ થતી અટકી જતી હોય છે. તે હંમેશ માટે નિર્બળ બની જતો હોય છે.
વ્યસન કરનારો માનવી ઉચ્ચ પરીવારનો હશે તો પણ નીમ્ન સ્તર નો થઈ ને રહી જશે. એક વખત ભુલથી આવા નશીલા પદાર્થો નું સેવન કરવામાં આવે તો તે પોતાની બરબાદી ને આમંત્રણ આપે છે એમ સમજવું જોઈએ. ઘણા લોકો કહે છે મનુષ્ય પોતાની મુર્ખતા કે અધુરી બુદ્વી ના કારણે વ્યસન કરતો હોય છે, આમ જોવા જઈએ તો પ્રાણી જગત માં સૌધી વધારે બુદ્વીશાળી માનવી કહેવાય છે તો પણ તે પોતાના અભિમાનમાં કુદરતના વિરૂદ્વ વર્તન કરીને પોતાની જાત ને નુકશાન પહોંચાડે છે. આ સાથે તે વ્યસન ની સાથેસાથે તેના જીવનને નુકશાન પહોંચાડે તેવી ખરાબ કુટેવો તરફ ધકેલાઈ જતો હોય છે. આ વ્યસન ના કારણે સંસ્કારી ખાનદાની કુળના હોશીયાર, બુદ્વીશાળી ગણાતા મનુષ્યો જ આ શરાબ કે તમાકુના વ્યસન ની લત માં ફસાઈ જતા હોય છે.
જેઓ તેને પોતાનો આખરી શોખ ગણીને ઉત્સાહ પુર્વક ઉપયોગ કરતા હોય છે પણ ખરેખર તે તેમની બરબાદી કરવાની નીશાની જ હોય છે. ઘણા વ્યસનીઓ માનતા હોય છે વ્યસન કરવાથી શકિત આવે જોશ વધે પણ તે ખરેખર ખોટુ જ છે તમે જયારે વ્યસન કરી જે નશામાં મશ્ગુલ હોય ત્યારે જે શકિત ઉત્પન્ન થાય છે નકલી શકિત હોય છે. જે નશો ઉતર્યા પછી જ જાણી શકાય છે, જેનાથી માનવી નશા પહેલાં જેવો જોશ માં હતો તેનાથી વધારે અશકત બની જતો હોય છે,આમ નશા કરવાની કંઈ શકિતી વધતી નથી તેનાથી વધું નિર્બળ બની જતો હોય છે.
વ્યસન કરનાર વ્યકતિ ધીરે ધીરે કંગાળ બની જતા હોય છે જેઓ પૈસે ટકે ની સાથે સાથે પોતાનુ શરીર પણ થકવી નાંખતા હોય છે. કોઈ પણ પ્રકારનું વ્યસન એ દરેક ના તન,મન,ધન ને બરબાદ કરવાનું શસ્ત્ર છે.કોઈ દુશ્મનો કોઈના પર સીધો હુમલો નથી કરતા પણ તેઓને વ્યસન ની લતે ચડાવે છે પછી તે વગર હુમલો કર્યે જીવ તે જીવ મરી પરવારતો હોય છે. વ્યસન કરનારા પોતાની શારીરીક શકિતીને પણ ભસ્મીભુત કરી નાખતા હોય છે. જેમાં તમાકુ જેવી નશીલી વસ્તુ કોઈ જાનવર ઉપર નાખવામાં આવે તો તે જાનવર અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે તો પછી માણસ ના શરીરને શુ બાકી મુકે જરા વિચાર કરો? તેનાથી આપણી પાચન શકિત નબળી પડે છે.
તેમજ શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે, તે યુવા વયે જ વુધ્ધ બની જતો હોય છે છેલ્લે પથારી માં પડયા પડયા પાણી પાણી કરો તોય કોઈ પાણી પાવા વાળુ મળે નહી અને મરણ પથારી પડી રહી ને જોશીલા જવાનીના દિવસો પુરા કરવાનો વારો આવે છે આનાથી ફેફસાં ગળું મોઢાનું કેન્સર થવાની આશંકા વધુ રહેલી હોય છે.આ સાથે ઉબકાં આવે હાથ પગ ટુટી જાય લથડીયાં ખાતાં થઈ જાય કયાંક હાટકા પણ ભાગી જાય એવો કોઈના ઘાટ માં આવી જાઓ તો કાનમાં બહેરાશ આવવી આંખ માં અંધાપો આવવો લોહી માં બગાડ પેદા થવો.આ બધી અસરો વ્યસન કરનારા ઓ પર સવાર થઈ જ જતી હોય છે.
વ્યસન નુ પ્રમાણ પ્રથમ તો મોટા શહેરો માંજ હતું હવે દિન પ્રતિદીન ગામડીયા સુધી પણ પ્રવેશી કરી ગયું છે. આજ ના આ ઝડપથી વિકાસ કરતા યુગ માં જો કોઈ ચાર માણસો ભેગા થાય તો તે કોઈ સારી વાત ના કરે પણ તેઓ ને બીડી,બીસ્ટોલ,ચલમ,ફુંકવી કે તમાકું ગુટકાની ફાકી મારવી એવી પ્રથા પડી ગઈ છે રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન, બજાર, વગેરે સ્થળોએ પણ આ વગર લાઈસન્સ વાળી ફેકટીરોઆ ધુમાડીયા ચાલુ જ હોય છે. તેમાં જે લોકો ઉમર વાળા થઈ ગયા તેઓને કોઈ જાણકારી ન હતી તેઓ આ બધુ કરે એ તો ઠીક છે પણ અત્યારે વ્યસનની બાબતો પર સતત જાગ્રુતા ફેલાવવામાં આવી રહી છે તે છતાં પણ ભણેલા, ગણેલા, શિક્ષીત લોકો છુપીછુપી ને પણ આ લત માં ફસાઈ રહયા છે.
જેલોકો ના શરીરે સારા કપડાં પણ પહેરેલોં હોતા નથી બે સમય પુરતું ભોજન ન મળતું હોય તેવા ગરીબ વર્ગ ના લોકો પણ બીડીઓ ના કશ ઉપર કશ ખેચીને કે પાન મસાઈાની પીચકારીઓ મારીને જાહેર જગ્યાઓ પર ગંદકી તેમજ વાતાવર ને પ્રદુષીત કરતા હોય છે. તેમજ આવા વ્યસન ની લોકો ના ચહેરા પર પણ ચોખ્ખી છાપ દેખાઈ આવતી હોય છે તેઓ ભલેને છુપીછુપી ને વ્યસન કરતા હોય તો પણ તેઓના હોઠ અને મોઢા નું રંગ બદલાઈ જાય છે. આવા વ્યસનનીઓ તેમજ વ્યસન ચોર ડાકુ લુંટારા ઓ કરતાં પણ ખતરનાક હોય છે.
ચોર ડાકુ લુંટારા લુંટી ને લઈ જાય તે આપણને ખબર પણ પડે આપણે તેબાબતે પોલીસ ને જાણ પણ કરીને તે લુંટાયેલો માલ પરત લાવવા કોશીષ કરીએ પણ આ વ્યસન એક એવો લુંટારો છે કે જે લુંટીને લઈ જશે અને તમોને એકજ બાબત માં નહી પણ અનેક બાબતો જેવીકે આરોગ્ય ઈજજત માનમર્યાદા ધન મન આ બધું જ લુંટી ને લઈ જશો આ બાબત ની તમે કયાંય ફરીયાદ નહી કરી શકો એટલુ યાદ રાખજો હમણાં જાણવા એવુ મળ્યું કે સ્ત્રીઓ પણ વ્યસન કરવા લાગી છે. જેમાં છીંકણી બીડી બીસ્ટોલ દારૂ જેવા વ્યસનો કરવામાં પણ મહીલા ઓ ખુબ જ આગળ પડતી હોય જાણી શકાય છે. તેઓ પોતાના આરોગ્યને જ નહી તેઓની આવનારી પેઢી ના સંતાનોના આરોગ્ય પર પણ જોખમ રૂપ પેદા થાય છે.
ઘણા લોકો ખાવા માટે કે પરીવાર નું ગુજરાન ચલાવવા માટે નથી મજુરી કરતા તેઓ ને જે કમાય એટલુ વ્યસન કરવા મળે એટલે ઘણું જ છે પરીવાર જાય જયાં જવું હોય ત્યાં તેઓને પોતાને કંઈક મળે છે કે કેમ તે જ જોવાનું પસંદ કરતા હોય છે આવા લોકો મજુરી કરવા માટે પણ મફત ભાવે કામ કરી આપતા હોય છે. ઘણા લોકો ને હું પુંછતો હોવ છુ કે તમે પાન મસાલા, બીસ્ટોલ કેમ સેવન કરો છો, તેઓ કહે છે કે જયારે કોઈ પણ કામ કર્યા પહેલાં આવી વસ્તુઓનું સેવન ના કરીએ તો કામ ના થાય, કામ બતાવીએ તોય કહે કે ‘‘ એક સોટ લેણ દે પછ કોમ કી વાત કર ’’ આવી વાતો કરત હોય છે અમુક લોકો શૌચક્રિયા જાય એના પહેલાં આવુ કરતાં હોય છે પછી હું એમને કહું ભગવાને મને એવું કેવું એન્જીન આપ્યું છે કે વગર મરી મસાલા થી ચાલે છે.
વ્યસન કરનારા લોકો સાથે વાત પણ કેવી રીતે કરવી તે બે ઘડી વિચાર કરવો જોઈએ તેઓને મોંઢુ દુર્ગંધ મારતું હોય છે.માંઢા માંથી જાણે વરસાદ પડતો હોય એમ થુંક ઉડતું હોય છે તે તેમનું થુંક પણ ખુબજ નુકશાન કારક હોય છે. અજે જોલ દારૂ ના નશા માં હોય તો પછી વાત જ અલગ આજે આપણે કોઈ સરકારી કચેરી માં કે કોઈ પણ જાહેર ક્ષેત્ર માં જઈએ છીએ ત્યારે નોટીસ બોર્ડ મારેલું હોય છે ધુમ્રપાન મનાઈ છે તે છતાં તે વિભાગના અધિકારીઓ નિયમોનું ઉલંઘન કરીને વ્યસન કરત હોય છે આ નિયમો પાળવાની એમની ફરજ છે એટલે હવે સરકારે સ્ત્રીઓની ભરતી જગ્યામાં વધારો કરી દીધો છે. વ્યસન એટલુ ખતરનાક નુકશાન કારક છે જેનુ જેટલું લખો તેટલું ઓછુ પડે છે એટલે ટુંક માં એટલું જરૂર કહી શકાય છે કે વ્યસન એ તમારી પ્રગતિ અટકાવીને બરબાદ કરવાનું એક માત્ર હથીયાર છે.
ઘણા ખેડુત મીત્રોને ખબર જ હશે કે ભુંડ નામનું પ્રાણી ખુબજ ગંદકી ખાય છે પણ તે તમાકું ખાતું નથી જે ખેડુતોના ખેતર માં જો તમાકું નું વાવેતર કરેલ હોય તો તેની આજુ બાજુ પણ જતું નથી આમ આ સીવાય ના અન્ય પ્રાણીઓ પણ આ બાબતે ધ્યાન રાખેછે તેઓને ઓછી બુધ્ધી આપી હોવા છતાં માનવી કરતાં પણ સારૂ વિચારી વ્યસનથી દુર રહેવાના પ્રયત્નો કરે છે. જેથી જે લોકો વ્યસના કરે છે એમને ભુંડ જેવા જાનવર ની સરખામણી મો જ ગણાય છે, આપણે તો માનવી છીએ આપણે શુ કામ જાનવર જેવા સંસ્કારપ્રાપ્ત કરીએ.
મીત્રો આજે તમો જે વ્યસસન કરો છો તે દિવસ દરમીયા સરેરાશ ઓછા માં ઓછી ૧૦ રૂા. નો ખર્ચ વ્યસન પાછળ કરો તો તમારી યુવા વય ની ૩૦ વર્ષ ની ઉંમર સુધી અંદાજે ૧૦- ૮૦૦૦ જેટલા રૂપીયા ખોટા માર્ગે વેડફી નાખતા હોવ છો, જો તમે વ્યસના કરો અને તે રકમ ને યોગ્ય બચત કરીને વપરાશ કરો તો કેટલો ફાયદો થાય જરા વિચારો પ્રથમ તમે વ્યસન મુકત બની સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશો, બીજુ તમારા ખોટા માર્ગે વેડફાતી રકમ નો અંત આવશે અને તમો આવનારી તમારી પેઢી માટે પણ કંઈક બચાવી શકસો જેથી આવનારા તમારા સંતાનો સારા સંસ્કાર અને સારૂ શિક્ષણ મેળવી આગળ વધવામાં ખચકાશે નહી તેમજ આ રકમ થી તમો તમારા નામથી કોઈ સારૂ દવાખાનું બંધાવશો તો લાખો ગરીબ લોકો ની બિમારી માં દવા મળશે, પાણીની પરબ કે હવાડા બંધાવશો તો તરસ્યા લોકોને પાણી મળશે, ચબુતરા બંધાવશો તો અબોલા પંખીડાઓને અન્ન મળશે તો વ્યસન મુકત બની સમાજના પરીવર્તન તરફ પ્રયાણ કરો.
મીત્રો વ્યસન તમામ રીતે બરબાદી કરનારો હથીયાર છે તો લોકો કહેછે કે એક વખત ટેવ પડીજાય છે તો છુટતું નથી પણ તે ત ખોટું છે વ્યસન છુટી શકે છે તેના માટે તમારૂ મન મકકમ હોવુ જોઈએ તો જ તમે વ્યસન મુકત બની શકો છો. આજે આપણે જોઈએ છીએ કે સારા,સંસ્કારી, પરીવારોના બાળકો, યુવાનો મહીલાઓ આ ખરાબ માર્ગ તરફ દિવસે ને દિવસે ધકેલાઈ રહયા છે જે તેઓના સંસ્કારી પરીવારને નાશ કરતા હોય છે તે તેઓના માવતરો ને પણ જાણ હોતી નથી અને તેઓ આ લત માં ફસાતા જાય છે જયારે તેઓના ઉંબરે મોટી આફત લઈને આવે ત્યારે જ તેઓને જાણકારી થાય છે કે મારો પુત્ર આ માર્ગે ધકેલાઈ ગયો આ બાબતે બાળકો, યુવાનો ને વ્યસન મુકત બનાવા માટે મન મકકમતા ની સાથે સાથે તેઓના માવતરો વડીલો શિક્ષકોએ તકેદારી રાખવી જોઈએ તો જ બાળકો પર કંટ્રોલ આવી શકે છે પણ અત્યારે ઘણી જગ્યાએ આ બધા ભેગા બેસીને જ મોજ કરતા હોય છે તો કેવી રીતે કંટ્રોલ આવશે એજ વિચારવા જેવું છે.
જેતે ખાનગી શાળાઓએ નિયમ બનાવવો જઈએ કે તમારા બાળક ને પ્રવેશ આપવો હોય તો તેના વાલી કે પરીવાર ના સભ્ય વ્યસન કરતા હોવા જોઈએ નહી. તો સારા સુઃસંસ્કારી બાળકો શાળા માં પ્રવેશ મેળવશે તેમજ વ્યસનનો અંત આવી શકસે. આજે વ્યસનીઓ થી વધારે પ્રમાણ માં જેતે વ્યસન કરનારાઓની પત્નીઓ,બાળકો, પરીવાર જનો ખુબ જ હેરાન થતા હોય છે, જે ઘર માં વ્યસન ની લત હોય છે એ ઘર ના પરીવારોના આંખના આંછુ સુકાતા નથી બાળકો નું ભાવી પર પણ મોટી અસર પડતી હોય છે, જેથી આ પરીવાર પછાત પણા તરફ ધકેલાઈ જતું હોય છે. પરીવારના તમામ લોકોની મહેનત ની કમાણી એક વ્યસનની સુંપડા સાફ કરી નાખતો હોય છે.
તો જો તમે વ્યસન મુકત થશો તો તમારી સાથે સાથે અનેક લોકો પણ વ્યસન મુકત બનશે, હજારો લોકો તમારા આ નિર્ણયને મહાન ગણશે. હજારો પત્નીઓના આંખના આંસુ સુકાસે, હજારો પરીવારોના બાળકો સમય સર શાળા એ પહોંચશે. આમ મીત્રો વ્યસની વાતો ઘણી છે અંત આવે એમ નથીે, આટલુ સમજો તોય ગણું જ છે,તો જો તમો એ આ બરબાદી નો માર્ગ અપનાવ્યો હોય તો મહેરબાની કરીને માર્ગ બદલી નાખજો તો જ તમે આગળ ધાર્યુ કરી શકસો, તો આજથી જ એક મનથી નકકી કરો અને વ્યસન મુકત બનવાનો સંકલ્પ લો, હજી તમારી પાસે મહાન તક છે, પછી મોકો નહી મળે,
વડીલો તો ઉંમર વાળા થઈ ગયા તેઓ તો વ્યસન મુકત બને કે ના બને તેઓ સલાહ તો જરૂર આપી શકે છે, પણ જેઓ તરવરાટ કરતા યુવાન છે, બાળકો છે તોએના જીવનનો આ આખરી મોકો છે તેઓએ આ મોકાને માન આપી ને સ્તવરે ધ્યાન દોરીનેે પોતાને બરબાદી તરફ લઈ જતા માર્ગને બદલીને સારા માર્ગે લઈ જવા જાતે જ જાગ્રુત બની પ્રયત્ન કરશો, જો તમે જે વ્યસન છોડસો એમાં અમને ફાયદો જરાય પણ નહી થાય પણ તમોને અને તમારા મુલ્યવાન પરીવારને ફાયદો થશે તો તમો તમારા પરીવારના હિતાર્થે ચોકકસ વ્યસન મુકત બનો એવી આપ સૌ મીત્રો વાચકો ને અપીલ છે.
PDF Name: | Vyasan-Mukti-Nibandh-Gujarati |
File Size : | 139 kB |
PDF View : | 0 Total |
Downloads : | Free Downloads |
Details : | Free Download Vyasan-Mukti-Nibandh-Gujarati to Personalize Your Phone. |
File Info: | This Page PDF Free Download, View, Read Online And Download / Print This File File |
Copyright/DMCA: We DO NOT own any copyrights of this PDF File. This Vyasan Mukti Nibandh Gujarati PDF Free Download was either uploaded by our users @Brand PDF or it must be readily available on various places on public domains and in fair use format. as FREE download. Use For education proposal. If you want this Vyasan Mukti Nibandh Gujarati to be removed or if it is copyright infringement, do drop us an email at [email protected] and this will be taken down within 24 hours!
© PDFBrand.com : Official PDF Site : All rights reserved.