વ્રત કથા પુસ્તક PDF Free Download, Vrat Katha Book Gujarati PDF, Vrat Katha Book | વ્રત કથા પુસ્તક PDF Gujarati PDF.
વ્રત કથા પુસ્તક | Vrat Katha Book Gujarati PDF
ઉપવાસને ધર્મનું સાધન માનવામાં આવે છે. વિશ્વના તમામ ધર્મોએ ઉપવાસ અને ઉપવાસને કોઈને કોઈ સ્વરૂપે અપનાવ્યા છે. વ્રતના પાલનથી પાપોનો નાશ થાય છે, પુણ્ય થાય છે, શરીર અને મન શુદ્ધ થાય છે, ઈચ્છિત ઈચ્છાઓની પ્રાપ્તિ થાય છે અને શાંતિ અને પરમ પ્રયાસની પ્રાપ્તિ થાય છે.
ઉપવાસના ઘણા પ્રકારો પૈકી, પ્રથમ અગ્નિ ઉપાસના ઉપવાસ છે જેનો વેદ દ્વારા હિમાયત કરવામાં આવ્યો છે. આ પૂજા પહેલા નિયમ પ્રમાણે અગ્નિ-પરિગ્રહ જરૂરી છે.
વ્રત કથા પુસ્તક PDF ગુજરાતી
- એકાદશીની વાર્તા માઘ શુદી જયા એકાદશીની વાર્તા
- જન્માષ્ટમી વ્રત કથા
- બુદ્ધાષ્ટમીની વાર્તા
- મગર માસનો
- મોક્ષદા એકાદશી વ્રતની કથા 14
- માગશર વદની સફલા એકાદશીની વ્રત કથા માધવનની 5 પોષ માસની વિજયા એકાદશીના શુકલ પક્ષની એકાદશીની વ્રત કથા
- અમલકી એકાદશી ફાલ્ગુન શુક્લ કથા
- ગણ કૃષ્ણ પાપામોચીની એકાદશી 11 ચૈત્ર શુક્લ કામદા એકાદશીની કથા
- ચૈત્રકૃષ્ણ વરુતિની એકાદશી વ્રત કથા.
- વૈશાખ શુક્લ મોહિની એકાદશી વ્રત કથા
- વૈશાખ કૃષ્ણ અપરા એકાદશી વ્રત કથા
- જેઠ સુદ નિર્જલા એકાદશીની વ્રત કથા
- જેઠ વદી યોગિની એકાદશીની વ્રત કથા
- અષાઢ શુક્લ દેવશયની એકાદશી વ્રત કથાને આ નામથી પણ ઓળખવામાં આવે છે.
- તેને પદ્મ 42
- અષાઢ વદ કામિકા એકાદશીની વ્રત કથા શ્રાવણ શુદી પુત્રદા એકાદશીની વ્રત કથા
- શ્રાવણ વદી અજા એકાદશીની વ્રત કથા
- ભાદરવા શુક્લ (વામન) પરિવતની એકાદશી
- ભાકૃષ્ણ ઈન્દિરા એકાદશીની વ્રત કથા
- અશો સુધિ પાપંકુશા એકાદશી 24 ની વ્રત કથા.
જીવંતિકા વ્રત કથા
એક નગર હતું. નગરનો રાજા ખૂબ જ દયાળું અને પ્રજા પાલક હતો. તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો. પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી. તેવું તે માનતો હતો. આ રાજાને ત્યાં દોમ દોમ સાયબી હતી. પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી. તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણી બંને સૂકાતા હતા.
એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા. ત્યાં તેમની દાસી આવી. દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે, “રાજ માતા ! આજે તમે ઉદાસ કેમ બેઠા છો ? તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો ?” ત્યારે રાણીએ કહ્યું, “દાસી ! પ્રભુએ મને ધનદોલત આપી છે, પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેની મને ખૂબ જ ચિંતા થાય છે.”
આ સાંભળી દાસીએ કહ્યું, “રાણીજીએ આપ મારું કહ્યું કરો. આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ.”
આ દાસી ગામમાં સૂયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સૂવાવડ આવવાની છે તે તેને ખબર રહેતી. રાણીને નવ માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું.
અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે. તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન, વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો. આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વરતાઈ ગયો. નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ.
જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકળ મચી ગઈ. કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું. પરંતુ આ બ્રાહ્મણી માતા જીવન્તિકાનું વ્રત કરતા હોવાથી મા જીવન્તિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતાં અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવન્તિકા તેનું જરૂર કરતાં હશે.
આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો. રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો. સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું. તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો. તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો. તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો. તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો. સવારે આગળ ચાલી નીકળતો હતો.
એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો, તે તો ગામમાં જઈ એક શેઠનાં ત્યાં જઈ સાદ કર્યો. “અરે ઘરમાં કોઈ છે કે નહીં ?” ત્યારે મકાન માલિક બાહર આવી કોણ છે ભાઈ ? તું ક્યાંથી આવે છે ? કોનું કામ છે તારે ? રાજકુમાર બોલ્યો, “કે હું એક અજાણ્યો મુસાફર છું. રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારાં ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમામરા ઘેર આવી સાદ પાડ્યો.”
આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ. હું ઉજ્જૈન નગરીથી આવું છુ. સવારે ચાલ્યો જઈશ. શેઠ કહે, “ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે.” એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી. આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંગી ગયો. આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી. અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમાં દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા, એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા.