Varta No Vadlo Book, Varta Nu Shastr – Gujarati : Gijubhai Badheka, Varta No Khajano PDF Free Download
Varta No Vadlo Book PDF Download
ઉપર્યુકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પ્રકરણ- ૪ (શાળાઓમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર)નાં મુદ્દા નંબર-૪.૬ મુજબ “વાર્તાકથન આધારિત શિક્ષણશાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણશાસ્ત્ર તરીકે જોવામાં આવશે.” જે શિક્ષણમાં વાર્તાને મહત્વનું સ્થાન આપવાની ભલામણ દર્શાવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના પ્રકરણ ૨ અને ૪ માં દર્શાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યોમાં નિપુણતા મેળવે તે માટે ભારત સરકાર દ્વારા *NIPUN Bharat Mission‘ નો દેશવ્યાપી અમલ શરૂ થયો છે.
આ મિશન અંતર્ગત નિયત થયેલ અધ્યયન નિષ્પત્તિઓ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પણ વાર્તાઓના મહત્વનો સ્વીકાર થયો છે. બીજું કે ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ ને ‘બાળવાર્તા વર્ષ’ તરીકે અને ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને પ્રતિવર્ષ ‘બાળવાર્તા દિન’ તરીકે ઊજવવાનું ઠરાવવામાં આવેલ છે. આ અંતર્ગત ચાલુ વર્ષે જીસીઈઆરટી દ્વારા બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સદર વાર્તા કાર્યક્રમના ભાગરૂપે વાર્તા કથન અને વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન દરેક શાળાકક્ષાથી શરૂ કરી કરી જિલ્લા કક્ષા સુધી તેનું આયોજન કરવાનું રહેશે. આ માટે ડાયેટ, પ્રાચાર્ય, ડીપીઇઓ, શાસનાધિકારીએ સંકલનથી કાર્ય કરવાનું રહેશે.
નીચેની સૂચનાઓ અને સામેલ સ્પર્ધાના સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.
1) રાજ્યમાં આવેલ તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વાર્તાસ્પર્ધાનું આયોજન ફરજિયાત કરવાનું રહેશે.
2) આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.
3) શાળા કક્ષાની સ્પર્ધા : ૧૫ નવેમ્બરના દિવસે દરેક શાળામાં વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી કક્ષાએ મોકલવાની રહેશે.
4) ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા : ક્લસ્ટર કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી સી.આર.સી. કોર્ડિનેટરે યાદી પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે. દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી તાલુકા (બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે અત્રેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ નથી.
5) તાલુકા કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટરમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી. કો.ઓ સાથે રહી કરશે.
6) જિલ્લા કક્ષાની સ્પર્ધા : જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષામાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે.
7) નિપુણ ભારત અંતર્ગત યોજવાની થતી બાળવાર્તા સ્પર્ધાઓ માટે સ્પર્ધા દીઠ નીચે મુજબ ઇનામ આપવાના રહેશે.
8) દરેક સ્પર્ધાના આયોજન માટે સ્પર્ધાદીઠ નીચે મુજબના ખર્ચની જોગવાઇ કરવાની થશે.
9) જિલ્લા કક્ષા અને બી.આર.સી. કક્ષાની સ્પર્ધા માટે ડાયટ મારફતે ગ્રાંટનું વિતરણ કરવાનું રહેશે. સમગ્ર વાર્તા કાર્યક્રમ અને વાર્તાસ્પર્ધાનું આયોજન ડાયેટ કક્ષાએ ડી.આર.યુ. શાખા અંતર્ગત કરવાનો રહેશે.
10) આયોજન માટેનો સમયગાળો:
વાર્તા કથન અને વાર્તા લેખન એમ બંને સ્પર્ધાઓ એક જ દિવસે આયોજિત કરવાની રહેશે.
ઉપર જણાવેલ સમય આયોજન મુજબ ૧૫ નવેમ્બર થી ૩૦ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં શાળા થી જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધા પૂર્ણ કરવાની રહેશે. તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકોની એન્ટ્રી રાજ્યકક્ષાએ મોકલવાની રહેશે.
સ્પર્ધાના આયોજન માટે જીસીઇઆરટી દ્વારા આપવામાં આવેલ સમય આયોજનનું ચુસ્તરીતે પાલન કરવાનું રહેશે.
11) આ ઉપરાંત સદર વાર્તાસ્પર્ધા માટે પ્રત્યેક તબક્કે મૂલ્યાંકન સમિતિની રચના કરવાની રહેશે. મૂલ્યાંકન સમિતિના સભ્યોની પસંદગી માટે નીચે મુજબની બાબતો ધ્યાને લેવાની રહેશે.
12) તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, શાસનાધિકારીશ્રીઓ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓએ આ સ્પર્ધાઓને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને કરવાની રહેશે.