Shanti Prarthana Gujarati, શાંતિ પ્રાર્થના ગુજરાતી, પ્રાર્થનાનો અર્થ, આપણે પ્રાર્થના દ્વારા આપણી જાતને કઇ રીતે ઉર્જામય કરી શકીએ, પ્રાર્થના શું છે PDF Free Download
Shanti Prarthana Gujarati PDF Download
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
સુખ-સંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
પ્રાર્થનાનો અર્થ
- પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે.
- પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓ ભગવાનને સમર્પિત કરવા.
- પ્રાર્થના વ્યક્તિના ખરાબ સમય દરમિયાન હકારાત્મક ઉર્જા આપે છે.
- પ્રાર્થના ભગવાનને કરવામાં આવતી ખાસ વિનંતિ છે.
- પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે.
- પ્રાર્થના વ્યક્તિને નમ્ર બનાવે છે.
- પ્રાર્થના આપણને પોતાના આત્મા સાથે અનુસંધાન કરાવતો સેતુ છે.