માતાજીના જુના ગરબા lyrics pdf
- અરજ સુણીને માં આવતીતી
- અમર તું રાખજે મો
- આસમાની રંગની ચૂંદડી રે.
- અંબા તારો આધારા
- અંબાના ગરબા ગાવા
- અંબા અભયપદ દાયિની રે
- આંબાની ડાળે કોયલ બોલે
- ચંદડી રે માં બહુચરની ચુંદડી
- ચોટીલા વાળી ચંડી ચામુંડા
- ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં
- ગરબો ગવરાવું ખોડલ આઇનો
- ગળધરેથી માજી નિસર્યા
- હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
- હિંચકો અંબે મા નો
- જાગી જાગીરે મોરી માત જાગી
- કાલાવડ ગામને વડલાને છાયડે
- કુમ કુમના પગલા પડયા
- કોઇ તાતણેયા ધરેથે તેડાવો
- ખોડીયાર છે જોગમાયા
- લળી લળી પાય લાગુ
- લાલ લાલ લાલ રે
- લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે
- મા તું પાવામાં પ્રગટાણી
- માં પાવાતે ગઢથી ઉતર્યા
- માતાજીના ઊંચા મંદિર નીચા મોલ,
- માડી તારા બેસણા ગઢ ગીરનાર
- માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા
અંબા અભયપદ દાયિની રે Lyrics
અંબા અભયપદ દાયિની રે શ્યામા સાંભળજો સાદ ભીડભંજની
હેમ હિંડોળે હિચતા રે હિચે આરાસુરની માત ભીડભંજની
સખીયો સંગાથે કરે ગોઠડી રે આવી આઠમની રાત ભીડભંજની
સર્વે આરાસુર ચોકમાં રે આવો તો રમીએ રાસ ભીડભંજની
એવે સમે આકાશથી રે આવ્યો કરૂણ પોકાર ભીડભંજની
કોણે બોલાવી મુજને રે કોણે કર્યો મને સાદ ભીડભંજની
મધ દરીએ તોફાનમાં રે માડી ડૂબે છે મારૂ વાણ ભીડભંજની
કીધી કમાણી શા કામની રે જાવા બેઠા જ્યા પ્રાણ ભીડભંજની
વાયુ ભંયકર ફૂંકતો રે વેરી થયો વરસાદ ભીડભંજની
આશા ભર્યો હું આવીયો રે વ્હાલા જોતા હશે વાટ ભીડભંજની
હૈયું રહે નહી હાથમાં રે દરીએ વાળ્યો દાટ ભીડભંજની
મારે તમારો આશરો રે દોડી આવો મોરી માત ભીડભંજની
અંબા હિડોળેથી ઉઠીયા રે ઉઠ્યા આરાસૂરની માત ભીડભંજની
સખીઓતે પુછવા લાગી રે ક્યા રે કિધા પરિયાણ ભીડભંજની
વાત વધુ પછી પૂછજો રે બાળ મારો ગભરાય ભીડભંજની
ભક્ત મારો ભીડે પડ્યો રે હું થી તે કેમ ખમાય ભીડભંજની
એમ કહી નારાયણી રે સિંહે થયા અસવાર ભીડભંજની
ત્રિશૂળ લીંધુ હાથમાં રે તાર્યુ વણિકનું વાણ ભીડભંજની
ધન્ય જનેતા આપને રે ધન્ય દયાના નિધાન ભીડભંજની
પ્રગટ પરચો આપનો રે ‘ભટ્ટ વલ્લભ’ ગુણ ગાય ભીડભંજની