ટપક પધ્ધતિ – આધુનિક ખેતી નું મહત્વ

⬇️ Download
📥 Downloads: 0 ⚠️ Reports: 0

ટપક પધ્ધતિ – આધુનિક ખેતી નું મહત્વ, Drip Method – Importance Of Modern Agriculture, ફાયદા, પિયતની અતિ આધુનિક પધ્ધતિ PDF Free Download

ટપક પધ્ધતિ – આધુનિક ખેતી નું મહત્વ PDF Download

વનસ્પતિ પણ સજીવ છે તેને પણ તેના ભરણ પોષણ માટે હવા, પાણી અને ખોરાકની જરૂરિયાત રહે છે. વનસ્પતિ ને આપણી જેમ દાંત હોતા નથી તેમ જ સ્વાદ માણવા માટે જીભ હોતી નથી. વનસ્પતિનો મુખ્ય ખોરાક પોષક દ્રવ્યો કે ષાકર્ષણ દ્વારા ચેક વનસ્પતિની ટોચ સુધી પોહચાડે છે. તેથી આપણે ખેતરમાં રહેલ દરેક છોડને સરખા પ્રમાણમાં પાણી અને ખાતર મળે તે ખુબજ જરૂરી છે. ધોરીયા પદ્ધતિ દ્વારા સપ્રમાણમાં પાણી અને ખાતર આપવું શક્ય નથી પરંતુ જો ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મૂળ વિસ્તારમાં પાણી અને ખાતર આપી શકાય છે.

ટપક સિંચાઇ પધ્ધતિ નિબંધ

ધોરીયા ક્યારાની પારંપરીક પિયત પધ્ધતિમાં જ્મીન પર આગળ વધતો પાણીનો પ્રવાહ પુરેપુરી જમીનને પાણીથી તરબોળ કરીને આગળ વધે છે. આ પધ્ધતિમાં પાણીના બગાડ ઉપરાંત બીજા પણ બે ગેરલાભ છે. એકતો મુળ વિસ્તારમાં વધારે પડ઼તું પાણી ભરાઇ જાય છે. બીજું છોડવાને હવા અને ગરમીની અછત થાય છે જે ખોરાક (પોષક દ્રવ્યો) ની શોષણ ક્રિયામા બાધક બને છે.

આ ઉપરાંત નિંદામણમાં વધારો થવાથી ખાતરની કાર્યક્ષમતામાં ઘટડો પણ થાય છે. આમતો સિંચાઇની આધુનિક પધ્ધતિઓમાં ફુવારા પધ્ધતિ તેમજ પોરષ પાઇપ દ્વારા પિયત પધ્ધતિ પણ છે. પરંતુ ટપક સિંચાઇ (Drip Irrigation) પધ્ધતિના ફાયદા જોતા આને આધુનિક સિંચાઇ પધ્ધતિમાં શ્રેષ્ઠ કહી શકાય.

ટપક પદ્ધતિ – આધુનિક ખેતી નું મહત્વ

પાકને સમયસર અને જરૂરીયાત મુજબ જો પાણી પુરુ પાડવામાં આને તો પાક ઉત્પાદન પુરતું મળે છે. કોઇપણ પાકની કુલ પાણીની જરૂરીયાત સામાન્ય રીતે પાકનો જીવનકાળ, પાકની અવસ્થા, જમીનનું પ્રત અને પોત, વાવેતરનો હેતુ, વાવેતર ઋતુ વગેરે પરિબળો ઉપર આધાર રાખે છે. પાકની પાણીની જરૂરીયાત કરતાં વધારે પાણી આપવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે જે રોગ જીવાતને આમંત્રણ આપે છે અને પાણીનો બગાડ થાય છે.

જો પાણી ઓછું આપવામાં આવે તો છોડનો વિકાસ બરાબર થતો નથી અને ઉત્પાદન ઓછું મળે છે. રેલાવીને ક્યારા પદ્ધતિથી જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે મોટાભાગે છોડના / પાકના વિકાસ તબક્કાને ધ્યાનમાં લેવામાં આવતો નથી જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડ / ઝાડનો ઘેરાવો/ વિકાસને ધ્યાનમાં રાખી પાણી આપવાનું શક્ય બનતુ હોઈ પાણી નો બગાડ થતો નથી.

ટપક સિંચાઈ હેઠળ પાકની પાણીની જરૂરીયાત દરરોજના પાણીના બાષ્પીભવન આંક (ઈવાપોરેશન), ઝાડ / પાકનું વાવણી અંતર તેમજ ઝાડ / પાકના ઘેરાવ ઉપર એટલે કે વિકાસની અવસ્થા ઉપર આધાર રાખે છે. જેટલો બાષ્પીભવનનો આંક વધારે તેટલા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પણ વધારે દા.ત. શિયાળામાં આ આંક નીચો જતો હોઇ ઓછા પાણીની જરૂર પડે છે અને ઓછો સમય ટપક સિંચાઈ પદ્ધતિ ચલાવવાની જરૂરિયાત રહે છે. તેની સામે ઉનાળામાં ગરમી અને વધારે પવનને કારણે બાષ્પીભવનનો આંક ઊંચો રહે છે આથી પાણી ની વધારે જરૂર પડે છે. આમ બાષ્પીભવન આંક પાકની જરૂરીયાત નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.

ટપક સિંચાઇ પધ્ધતિના ફાયદાઓ

  • ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની ૪૦ થી ૬૦ ટકા સુધીની બચત કરી શકાય છે. પાણી સીધું જ વનસ્પતિના મૂળ વિસ્તારમાં ટપકીને પડતું હોવાથી એટલા જ પાણીમાં બે થી ત્રણ ઘણું પિયત વિસ્તાર આવરી શકાય છે.
  • દરરોજ પાણી મળતું હોવાથી હવા,ગરમી અને ભેજનું એવું સરસ સમીકરણ સર્જાય છે કે વનસ્પતિના મૂળ વધુ ને વધુ કાર્યરત રહે છે. પરિણામે વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે.
  • પાણી એકની એક જગ્યા એ ટપક્યા કરે છે તેથી આપણે ભલામણ પ્રમાણે ના સમય અનુસાર પાણી આપીએ તો મૂળ વિસ્તારથી નીચે જે પાણી ઉતરી જાય છે તેનો વ્યય થતો અટકે છે.
  • પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય એવા ખાતરો તેમજ જમીનમાં આપવાની અમુક જંતુનાશક દવાઓ પાણી સાથે જ મૂળ વિસ્તારમાં સરખા પ્રમાણમાં આપી શકાય છે. જેથી પોષકતત્વોનું લભ્ય્તામાં વધારો થાય છે. તેમજ ખાતર છાટવાની મજુરી બચે છે. ખાતરની ૨૫ થી ૩૦ ટકા બચત થાય છે.
  • ક્યારા, પાળા, ખામણા, ધોરીયા જમીન પોચી રાખવાની ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજુરી પણ બચે છે.
  • ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે.
  • નીંદણ ઓછુ થાય છે તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજુરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
  • જમીનમાં પાણીનો ભરવો થયેલો રહે તો ન હોવાના કારણે રોગ-જીવાત ઓછા આવે છે.
  • વીજળીની આશરે ૩૦ થી ૩૫ % બચત થાય છે.
  • ક્ષાર વાળા પાણીનો પણ પિયત માટે ઉપયોગ કરી શકાય છે.
  • જમીનમાં પિયત ઓછુ હોય ત્યારે તેમાં ભેજ હોવાથી ખેતી કાર્યોમાં સરળતા રહે છે.
  • ઉત્પાદનમાં આસરે ૩૦% જેટલો વધારો થાય છે.
  • ઉત્પાદનની ગુણવતા સારી આવે છે તેથી બજાર ભાવ સારા મળે છે.
  • પાક વહેલો પાકે છે આથી શરૂઆતની અછતનો લાભ મેળવીને સારા બજાર ભાવ મેળવી શકાય છે.